અમદાવાદમાં બાઈક સ્લીપ થઈ જતા યુવક સામેથી આવતા ડમ્પરની નીચે કચડાઈ ગયો, ઘટનાસ્થળે જ કરુણ મોત… હિમ્મતવાળા લોકો જ વિડિયો જોજો નહીંતર…

Published on: 7:15 pm, Sat, 27 May 23

Ahmedabad terrible accident: અમદાવાદ શહેરમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં(Godrej Garden City) એક એવી ભયંકર અકસ્માતની ઘટના બની કે સાંભળીને હૈયુ ધ્રુજે ઉઠશે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

અહીં એક બાઈક અચાનક જ સ્લીપ ખાઈ જતા બાઈક સવાર યુવક સામેથી આવી રહેલા ડમ્પરની નીચે કચડાઈ ગયું હતું. આ કારણોસર યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બની ત્યારે ત્યાં હાજર લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. અકસ્માતની ઘટના એક દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો એક યુવક અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તા પાસેથી પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. આ સમયે સામેથી એક ડમ્પર આવી રહ્યું હતું.

ત્યારે અચાનક જ યુવક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે જેના કારણે તેની બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. જેથી યુવક સામેથી આવી રહેલા ડમ્પરની નીચે કચડાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે યુવકના મૃતદેહના ઘટના સ્થળે જ ચીથડા ઉડી ગયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પછી તાત્કાલિક ધોરણે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે હાલમાં ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે. હાલમાં કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં બાઈક સ્લીપ થઈ જતા યુવક સામેથી આવતા ડમ્પરની નીચે કચડાઈ ગયો, ઘટનાસ્થળે જ કરુણ મોત… હિમ્મતવાળા લોકો જ વિડિયો જોજો નહીંતર…"

Leave a comment

Your email address will not be published.


*