અમદાવાદમાં બનેલી એક જીવન ટૂંકાવવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક કાપડના વેપારી અમદાવાદ રિવરફ્રન્ટ પર જઈને ઝેરી દવા પી લીધી અને ત્યારબાદ નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઈટ નોટના આધારે પોલીસે 11 વેપારીઓ સામે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી અનુસાર કાપડના વેપારીએ સુસાઇડ નોટમાં 11 વેપારીઓના નામ લખીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર વેપારીઓના ત્રાસથી કંટાળીને કાપડના વેપારી એ પોતાનું જીવન ટુંકાવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે 11 વેપારીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વેપારીનું નામ વિજય ભાઈ હતી.
કાપડના વેપારી વિજયભાઈ સુસાઇડ નોટમાં મુંબઈના અને અમદાવાદના વેપારીઓ રાજેન્દ્ર શરાફ, ગોપાલભાઈ, વિનય અગ્રવાલ, સંજયભાઈ, નિલેષ પંચાલ, અસલમ ભાઈ, દીપકભાઈ, રૂષભભાઈ, કમલેશભાઈ, વિક્રમભાઈ તથા યસ ભાઈ નામના વેપારીઓ વિરુદ્ધ સુસાઇડ નોટમાં આક્ષેપ કર્યા છે.
મળતી માહિતી અનુસાર વિજયભાઈ 60 થી 70 ટકા રૂપિયા ચૂકવવા છતાં પણ વેપારીઓના અસહ્ય ત્રાસથી કંટાળીને વિજયભાઈ નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર વેપારીઓ વિજય ભાઈને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા. આ બધાથી કંટાળીને વિજયભાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment