ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 5 વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના અમદાવાદમાં બની છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર ચાલકની બેદરકારીના કારણે એક પાંચ વર્ષના માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આજરોજ સવારે અમદાવાદ શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક આ અકસ્માતની ઘટના બની હતી.
સહજાનંદ કોલેજ નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર ચાલકે એક મહિલાને એક્ટિવાને અડફેટે લીધી હતી. આ ઘટનામાં એક્ટીવા પર સવાર પાંચ વર્ષના માસૂમ બાળકનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર એક મહિલા પોતાની એકટીવા લઈને પાંચ વર્ષના માસૂમ બાળકને શાળાએ મૂકવા જઇ રહી હતી.
આ દરમિયાન સહજાનંદ કોલેજ નજીક એક ડમ્પરચાલકે પહેલાની એક્ટિવાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં દહર ભટ્ટ નામના પાંચ વર્ષના બાળકનું તેની માતાની નજર સામે કરૂણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.
આ સમગ્ર ઘટનાને લઈને ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સુરભીબેન નામની મહિલા પોતાના પાંચ વર્ષના માસુમ બાળક દહરને મુકવા માટે આંબાવાડી માં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલે મૂકવા જઇ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં તેમની સાથે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતની ઘટનામાં માતાની નજર સામે દીકરાનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment