અમદાવાદમાં એક કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી, ગરીબ રિક્ષા ચાલકે પોતાનો જીવ…

90

આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે અને અકસ્માતમાં અકસ્માતમાં નિર્દોષ અને ગરીબ લોકો પોતાનો જીવ ગુમાવે છે તેવી જે ઘટના અમદાવાદમાં સામે આવી છે અમદાવાદમાં અકસ્માતમાં એક નિર્દોષ અને ગરીબ રિક્ષા ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગઈકાલે રાત્રે મોટેરા ગામ પાસે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતું તેમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત કારચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ ઉપરાંત એલ ડીવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત મામલે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોટેરા ગામ પાસે ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ GJ 01 KZ 0333 નંબરની કિયા કારે એક નિર્દોષ રિક્ષાચાલકને અડફેટમાં લીધો હતો.

કિયા કારે GJ 01 TE 5719 નંબરની રીક્ષા ને એવી ટક્કર મારી કે રીક્ષા પલટી ખાઈ ગયા અને ઘટના સ્થળે જ રીક્ષા ચાલકનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ રિક્ષાને કાર ચાલકે ટક્કર મારતાં રિક્ષા 20 ફૂટ ફંગોળાઈ ગઈ હતી. તેના કારણે રીક્ષા ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું આ ઘટના ગઈકાલે 10 વાગ્યાની આસપાસ બની હતી. આ ઉપરાંત કાર ચાલકે રોડની બાજુમાં રહેલા સરલાને પણ અડફેટમાં લીધો ત્યારબાદ ગાડી પલટી ખાઇને 20 ફૂટથી વધારે દૂર જઈને પડી.

આ ઘટનામાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું અને કારચાલકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આ ઉપરાંત ગાડીનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ગાડીમાંથી નાસ્તા ના જુદા જુદા પેકેટ અને ગ્લાસ મળી આવ્યા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!