આજે અમે એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સાંભળીને તમે પણ તમારા બાળકનું ધ્યાન રાખશો એવી પ્રેરણા લેશો. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ નંબર વન ગણાય છે. ત્યારે હાલ ગુજરાત માંથી નહીં પરંતુ અનેક રાજ્યોમાંથી પીડાતી દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવતી હશે. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો લોકો ખાનગી હોસ્પિટલ જવાનું ટાળીને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની ઈચ્છા હોય છે.
અમુક વાર એવું પણ થાય છે તે ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દર્દીનો હાથ પકડતા નથી. ત્યારે તેઓ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરો પાસે સારવાર લેવા આવતા હોય છે. આવું જ એક કિસ્સો સિવિલ હોસ્પિટલમાં બન્યો છે જેમાં એક 7 વર્ષના બાળકને મેગ્નેટ ગળી જવાથી આંતરડામાં કાણા પડવા લાગ્યા હતા. જેની સારવાર જલ્દીથી જલ્દી કરવી પડે તેમ જ હતી.
ત્યારે તેમણે અનેક ખાનગી હોસ્પિટલમાં પણ બતાવ્યો છતાં કોઈ ડોક્ટરે હાથમાં ન પકડ્યો અંતે તેમને સિવિલ હોસ્પિટલની સારવાર મળવાથી તેને સફળ સર્જરીથી ડોક્ટરો દ્વારા બાળકને નવજીવન આપ્યું. બાળકની વાત કરીએ તો 7 વર્ષનો પુત્ર કે જેનો પરિવાર ભોપાલ ખાતે રહે છે અને તેના પિતા કેટરિનનો ધંધો કરે છે. તેના પિતાએ આ 7 વર્ષનો પુત્ર રમતા રમતા મેગ્નેટ બેલ્ટ ગયો હોવાથી એ મેગ્નેટ આંતરડા સાથે અથડાવાથી કે આકર્ષણથી આંતરડામાંભટકાતા હતા.
પરિણામે આંતરડામાં ધીમે ધીમે કાણા પડવા લાગ્યા, ત્યારે આ બાળકનો જીવ બચાવવા માટે તેમણે સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ અને પીડીયાટ્રીક ટીમ દ્વારા બાળકના આંતરડાનું સફળ ઓપરેશન કરીને બાળકને નવજીવન આપ્યું. આશ્ચર્યજનક વાત કરીએ તો આ બાળકના આંતરડામાંથી કુલ 14 મેગ્નેટ મોતી આવ્યા અને અંતે એ બાળકને નવજીવન મળ્યું.
ત્યારે પરિવારજાનો એ રાહત નો શ્વાસ લીધો અને તેમના પિતા દ્વારા જણાવવામાં આવ્યું કે અમે ખાનગી હોસ્પિટલોમાં ઘણા ધક્કા ખાધા પરંતુ તેની સર્જરી માટે કોઈ ડોક્ટર હા પાડી ન હતી. ત્યારે એ કામ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સફળ ઓપરેશન દ્વારા કરવામાં આવ્યું. આપણે જાણીએ છીએ કે આવો એક જ નહીં પરંતુ ઘણા બાળકો રમતા રમતા સિક્કા, લખોટી જેવી વસ્તુઓ ગળે જતા હોય છે.
ત્યારે આવા કિસ્સાઓ માટે ડોક્ટરો પણ પડકાર સ્વરૂપ સાબિત થઇ છે. ત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ત્રણ કલાકની જહેમત બાદ આ બાળકના આંતરડાનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યો. અને આપણે પણ આ કિસ્સા પરથી ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ બાળકને આવી રીતે આવી બધી વસ્તુઓ હાથમાં ન આપવી જોઈએ એવી કાળજી જરૂર રાખવી જોઈએ.
અને જ્યારે ખાનગી હોસ્પિટલોને પૈસા આપવા છતાં તેઓએ ઓપરેશન માટે ના પાડી ત્યારે કહીયે તો આ બધું એક સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સફળ હાથ ધરાઇ છે. અને આવી સિવિલ હોસ્પિટલ ને સરકારી સમજી ને સારવાર બરાબર નહિ આપવામાં આવે એવો વહેમ કાઢીયે, તેની સારવાર સારી જ હોઈ છે ખાનગી હોસ્પિટલ ની સરખામણી એ એમ કહી શકાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment