ગુજરાત માં આમ આદમી પાર્ટી જોશ માં, આ દિગ્ગજ નેતા જોડાયા આમ આદમી પાર્ટીમાં .

ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ દિવસેને દિવસે વધી રહ્યું છે અને આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે ગામડાઓ અને શહેરોમાંથી અનેક લોકો જોડાઇ રહ્યા છે ત્યારે ગુજરાતમાં લોકોએ આમ આદમી પાર્ટીને ત્રીજા પક્ષ તરીકે અપનાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા ગામડાઓ અને શહેરોમાં જઇને લોકોની સમસ્યાનો ઉકેલ આવી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો હાંસલ થઈ હતી જેના કારણે ભાજપ અને કોંગ્રેસને સારો એવો ઝાટકો લાગ્યો હતો. ત્યારે હવે આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આમ આદમી પાર્ટીમાં ઈશુદાન ગઢવી અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ત્યારે વલસાડના આદિવાસી સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી અને ધરમપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ આજરોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ઈશ્વર પટેલ 2012 થી 2017 દરમિયાન ધારાસભ્ય તરીકેની સેવા આપી ચૂકયા છે. ઈશ્વર પટેલ નો આમ આદમી પાર્ટીમાં સ્વાગત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. ગોપાલ ઇટાલીયા ઈશ્વર પટેલ ને આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી પહેરાવી હતી.

ઈશ્વર પટેલ ની વાત કરીએ તો તેઓ આસુરા ગામ દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. આ ઉપરાંત તેઓ માનવ છાયડા ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે.

આની સાથે તેઓ ધરમપુરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા MSVS કેળવણી મંડળના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત કાર્યક્રમમાં તાપી જિલ્લામાં આદિવાસી સમાજના અગ્રણી બીપીન ચૌધરીએ પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.

હવે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ થી નારાજ થનાર કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે અને દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી નું વર્ચસ્વ વધી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*