જામનગરમાં નાની એવી બાબતમાં પાંચ યુવકોએ 2 બાળકોના પિતાનો જીવ લઈ લીધો, ભાઈની નજર સામે ભાઈનો જીવ લીધો…

જામનગરમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર થી પાંચ યુવકોએ મળીને એક યુવકનો જીવ લઈ લીધો છે. આ ઘટના જામનગરમાં ઇન્દોર કોલોની વિસ્તારમાં મોડીરાત્રે બની હતી. મળતી માહિતી અનુસાર વાહન ચલાવવાની બાબતે માથાકુટ થઇ હતી. આ માથાકૂટમાં પાંચી આરોપીઓએ મળીને એક યુવકનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બન્યા બાદ તેઓ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ રાજેશભાઈ હતું અને તેમની ઉંમર 35 વર્ષની હતી. સમગ્ર ઘટનાને લઇને મૃતકના પરિવાર પાસેથી મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે રાજેશના ભાઈ પોતાની ઇકો કાર લઈને ઘરે પરત આવી રહ્યા હતા. જ્યારે તેઓ પોતાની ગરમી શેરી તરફ વળી રહ્યા હતા.

ત્યારે બાઇક પર સવાર બે યુવકો સાથે તેમની બોલાચાલી થઈ ગઈ હતી. બંને બાઈક ચાલકો જીવ લેવાની ધમકી આપીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ રાજેશે પોતાના ભાઇને ફોન કરી ને ઘરે બોલાવી લીધા હતા. ત્યારે પાંચ જેટલા યુવકો ઘરે આવે છે અને રાજેશના પરિવાર પર પ્રહાર કરે છે. આ દરમિયાન એક આરોપીએ ધારદાર વસ્તુ વડે રાજેશ પર પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં રાજેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં તો તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને પાંચેય આરોપીઓની મેળવવા માટેની કામગીરી શરૂ કરી દીધી હતી.

રાજેશના મૃત્યુના કારણે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા રાજેશના ભાઈ યોગેશ એ જણાવ્યું કે, ગઈકાલે જ્યારે હું નોકરી પરથી પોતાની કાર લઇને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં મારી બે બાઇક સવાર બે લોકો સાથે માથાકૂટ થઇ ગઇ હતી અને ઘરે આવવાનું કહીને ચાલ્યા ગયા હતા.

ત્યારબાદ હું ઘર પાસે પહોંચ્યો અને મારી ગાડી પાર્ક કરી. આ દરમિયાન મારો ભાઈ અને તેના મિત્રો એક રીક્ષામાં બેઠા હતા. ત્યારે થોડીક વાર બાદ 4 થી 5 લોકો ત્યાં આવ્યા અને મારા પર ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કરવાના પ્રયાસ કર્યા હતા. આ દરમિયાન મારો ભાઈ વચ્ચે પડે છે અને તે લોકો મારા ભાઈનો જીવ લઇ લે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*