હાલમાં ઉત્તરપ્રદેશમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ અફરાતફરી મચી ગઇ હતી. અહીં ગુજરાતમાં સુરતની બનેલી ઘટનાની જેમ જ એકતરફી પ્રેમમાં પાગલ બનેલા યુવકે એક યુવતીનો જાહેરમાં જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર પરિણિત પ્રેમી યુવતી પર પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.
પરંતુ યુવતી પ્રેમ સંબંધ રાખવા માટે રાજી ન હતી. જેને લઇને યુવકે એક તરફી પ્રેમમાં પાગલ બનીને યુવતીનો જીવ લઇ લીધો હતો. યુવતીનો જીવ લઈ લીધા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર નારંગપુર જિતૌલામાં રહેતી 18 વર્ષીય શિવાની નામની યુવતી પડોશમાં આવેલી દુકાન પર સામાન્ય લેવા ગઈ હતી. ત્યારે ત્યાં પડોશમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ નામનો યુવક ત્યાં પહોંચ્યો હતો.
રાજેશ પોતાની સાથે પિસ્તોલ લઇને આવ્યો હતો. ત્યારબાદ રાજેશ એ જાહેરમાં જ શિવાનીના માથા પર પિસ્તોલ ચલાવી હતી. આ ઘટનામાં શિવાનીનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટના બન્યા બાદ આરોપી રાજેશ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
ગામના લોકો એ શિવાનીને તાત્કાલિક સારવાર માટે ડોક્ટર પાસે લઇ ગયા. પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આરોપી રાજેશના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. તે પોતાના પડોશમાં રહેતી શિવાની સાથે એક તરફી પ્રેમ કરતો હતો.
રાજેશ શિવાનીને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બંને વચ્ચે મિત્રતા હતી. રાજેશ શિવાનીને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. પરંતુ શિવાની પ્રેમ સંબંધ બાંધવા માગતી ન હતી. છેવટે રાજેશે શિવાનીનો જીવ લેવાનું નક્કી કર્યું હતું.
અને જાહેરમાં જ શિવાનીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ શિવાનીના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે શિવાનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યુ છે. અને ફરાર થઈ ગયેલા આરોપીની શોધખોળ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment