જોતજોતામાં તો પહાડ થઈ ગયો ધરાશાયી, પછી થયું એવું કે… જુઓ વિડિયો.

102

દેશમાં અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે કેટલીક જગ્યાએ તો આટલો ધોધમાર વરસાદ પડ્યો છે કે ત્યાં જળબંબાકાર સર્જાયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભારતમાં ઘણી જગ્યાએ લેન્ડસ્લાઈડ ની ઘટનાઓ સામે આવી છે. દેશમાં એકબાજુ કોરોના નો કહેર અને બીજી બાજુ તો વરસાદી કહેર.

ત્યારે હિમાચલ પ્રદેશ અને અન્ય કેટલી જગ્યાએ જમીન ધસવાથી ભારે નુકસાન સર્જાયું હતું. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય સમયથી હિમાચલમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને એના કારણે અનેક સ્થળો પર ભૂસ્ખલન ની ઘટના સામે આવી છે.

જ્યારે ફરી એક વખત હિમાચલ પ્રદેશના સીરમોર નજીક ભૂસ્ખલન ની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખો પહાડ ધીમે ધીમે નીચે પડી રહ્યો છે.

આ ઉપરાંત લોકોનો અવાજ આવી રહ્યો છે અને જીવ બચાવવા માટે લોકો ભાગી રહ્યા છે. પહાડ એવો જબરદસ્ત નીચે આવે છે કે જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. જાણે પત્તાનો મહેલ કેમ નીચે પડી રહ્યો હોય તેવી જ રીતે પહાડ નીચે પડી રહ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જાય છે.

મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળના કલીમપોંગમાં પણ ભૂસ્ખલન ના કારણે અનેક લોકો પરેશાન થઈ ગયા હતા. આ ઉપરાંત આ ઘટનાના કારણે નેશનલ હાઈવે 10 બંધ થયો હતો. હાલમાં નેશનલ હાઈવે 10ને શરૂ કરવાની કામગીરી શરૂ છે.

અધિકારીઓની જાણકારી મુજબ ટૂંક સમયમાં રસ્તો ફરીથી શરૂ કરી દેવામાં આવશે. ભારે વરસાદના કારણે મોડી રાત્રે ભૂસ્ખલન ની ઘટના બની હતી. આ ઘટનાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

તેમજ સિક્કીમમાં પણ આખી રાત વરસાદ પડવાના કારણે ભૂસ્ખલન ની ઘટના સર્જાઇ હતી. આ ઘટના દરમિયાન બે વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને પાંચ લોકો સમગ્ર ઘટનામાં ગુમ થયા છે. જેની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ ઉપરાંત રેસસ્ક્યુ ટીમ દ્વારા અનેક લોકોના જીવ બચાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!