માંડવા નજીક હિટ એન્ડ રન કેસમાં પેટ્રોલ પંપ પાસે ઉભેલી બાઇકને અચાનક કારે પાછળથી મારી ટક્કર…

69

આજકાલ ગુજરાતમાં હિટ એન્ડ રનના બનાવો ખૂબ જ વધી ગયા છે. આવી ઘટનાઓમાં ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે ગુજરાતમાં ફરી એક વખત માંડવીમાં હિટ એન્ડ રનમાં દોઢ વર્ષની બાળકી હિટ એન્ડ રન નો ભોગ બની છે.

ત્યારે અંકલેશ્વર માંડવા નજીક પેટ્રોલ પંપ પાસે એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે આ ઘટનામાં દોઢ વર્ષની માસૂમ બાળકી અને તેના પિતા સહિત અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચી છે.

મળતી માહિતી મુજબ સમગ્ર ઘટનામાં માંડવા પેટ્રોલ પંપ પાસે ઊભેલી બાઈક અને કાર ચાલકે પાછળથી આવીને ટક્કર મારી ત્યારે બાઈક પર સવાર બે વ્યક્તિ સહિત એક દોઢ વર્ષની માસુમ બાળકીને ઈજા પહોંચી હતી ત્યારબાદ તેઓને સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત કાર ચાલક કાર ઘટનાસ્થળે મૂકીને ભાગી ગયો હતો. આ ઉપરાંત શહેરના પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાનો ગુનો નોંધી લેવામાં આવ્યો છે અને હવે આગળ વધુ તપાસ શરૂ થશે.

મળતી માહિતી મુજબ ભરૂચ વાઘડીવાડ ખાતે મયુર વસાવા ઉપરાંત તેમની સાથે તેમની દોઢ વર્ષની પુત્રી ધ્રુવી અને અને મયુર ભાઈ ના મિત્ર મહેશભાઈ ત્રણે શ્રીમંત ની કંકોત્રી આપવા માટે અંકલેશ્વર આવ્યા હતા.

તે દરમિયાન મોટરસાયકલ પર માંડવા પેટ્રોલ પંપ પાસે દીકરીને પાણી પીવું હતું તે માટે ગાડી ને સાઈડમાં ઉભી રાખી હતી ત્યારબાદ અચાનક જ અંકલેશ્વર તરફથી આવતી.

એક કાર્ય રોડની સાઈડ પર ઊભેલી ગાડી ને જબરદસ્ત ટક્કર મારી ટક્કરમાં ધ્રુવી અને મહેશભાઈ રોડ પર પડી ગયા હતા. આ ઉપરાંત મયુરભાઈ મોટરસાયકલ સાથે પડ્યા હતા. કારચાલક ટક્કર મારીને ભાગી ગયો અને ટક્કરમાં ત્રણેય વ્યક્તિઓને સારી એવી ઇજા પહોંચી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!