આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ મીડિયાને એક મહત્વની માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહી છે. જે લોકો દેશની સેવા કરવા ઈચ્છે છે તે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે દરેક સમાજ, ધર્મ અને દરેક વ્યવસાયના લોકો આમ આદમી પાર્ટીના સારા કાર્યો જોઈને પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ઈશુદાન ગઢવી એ કહ્યું કે આમ આદમી પાર્ટી અન્ય પાર્ટીના ઈમાનદાર લોકો માટે પણ પહેલી પસંદ બની ગઈ છે. જેના કારણે સતત લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વધુ એક મોટું નામ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યું છે.
કેસરિયા યુવા વાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ, સમસ્ત બ્રાહ્મણ સમાજ એકતા શક્તિના પ્રેસિડેન્ટ અને મહારાષ્ટ્રીય પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ વિજયદેવ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વિજય દેવ અરવિંદ કેજરીવાલના માર્ગદર્શન હેઠળ ચાર હોદ્દેદારો અને 40,000 થી પણ વધારે સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. વિજયદેવ અગાઉ કોંગ્રેસ તેમજ ગુજરાત ભાજપમાં રાજ્યકક્ષામાં કામ કરી ચૂક્યા છે. વિજય દેવી સામાજિક કાર્યોમાં પોતાનું ઘણું બધું યોગદાન આપ્યું છે. વિજય દેવ ચાર હોદ્દેદારો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી દ્વારા વિજય દવે, ચંપુભાઈ ભુકણ, ધીરુભાઈ જાની, રઘુભાઇ ભરવાડ, બી.એન. જાની આજે વિધિવત રીતે ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ઈશુદાન ગઢવી જણાવ્યું કે, ચંપૂભાઈ ભૂકણ જે રાજુલા આહીર યુવા અગ્રણી અને રાજુલા તાલુકા પૂર્વ મહામંત્રી કોંગ્રેસ અને માજી સરપંચ છે. જ્યારે ધીરુભાઈ જાની જે બ્રાહ્મણ સમાજ અગ્રણી બરોડા અને કેસરિયા હિન્દુ વાહીની ગુજરાતના સંયોજક છે. રઘુભાઈ ભરવાડ જે ભરવાડ સમાજના અગ્રણી અને નવસારી જિલ્લા ગૌરક્ષક સંયોજક છે. જ્યારે બી.એન.જાની જે રીટાયર્ડ બી એલ એલ અધિકારી છે. તેઓ આણંદ કેસરિયા હિન્દુ વાહિનીના પ્રમુખ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment