ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે રાજ્યના નાગરિકોને 24 કલાક ગુણવત્તાલક્ષી ની પુરી પાડવા માટે રાજ્યની સરકાર પ્રટિબદ્ધ છે. છેલ્લા બે વર્ષમાં ભાવનગર જિલ્લામાં ₹8.25 કરોડના ખર્ચે 19 અને ભરૂચ જિલ્લામાં ₹6.54 કરોડના ખર્ચે 47 નવા ફીડરો બનાવાયા છે.
વિધાનસભામાં પ્રશ્નોત્તરી કામમાં ભાવનગર અને ભરૂચ જિલ્લામાં ફીડરો ના વિભાજન અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, એગ્રીકલ્ચર, જ્યોતિગ્રામ, અર્બન અને ઉદ્યોગ એમ ચાર કેટેગરીમાં ફિડરો કાર્યરત કરવામાં આવે છે.
અને આ ફીડરો માં લોડ વધે ચકાસીને જરૂરિયાત મુજબ ફીડરો નું વિભાજન કરીને સમયસર ગુણવત્તાલક્ષી અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માં આવે છે.
ભાવનગર જિલ્લામાં 17 ફિડરો નું વિભાજન કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ₹1.45 કરોડના ખર્ચે 12 ફિડરો નું નું વિભાજન કરાયું છે.
ફિડરો લાંબા હોવાના લીધે કંડકટર ગરમ થવાથી તૂટી જાય છે તથા સબ સ્ટેશન વધતા લાંબી લાઈનોમાં પણ ટ્રીપિંગ થતાં ખેડૂતોને વીજળી પૂરી પાડવામાં તકલીફ ન પડે એટલા માટે ફિડરો નું વિભાજન કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment