ખેડૂત આંદોલનને લઈને મહત્વના સમાચાર, ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર.

ખેડૂતોના સંગઠનને હાલમાં દિલ્હીની સીમા પર તેમના પ્રદર્શનના છ મહિના પૂરા થવાના અવસરે 26મી મેના રોજ કાળો દિવસ ઊજવવાની જાહેરાત કરી છે અને આ સાથે કૃષિ કાયદાને લઈને વાતચીત માટે પ્રધાનમંત્રી મોદી ને પત્ર પણ લખ્યો છે. સંયુક્ત કિસાન મોરચા એ શુક્રવારે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી ને ત્રણ કાયદા પર ફરીથી વાત શરૂ કરવાનો આગ્રહ કર્યો છે.

ગયા વર્ષે નવેમ્બરથી દિલ્હીની સીમાઓ પર ખેડૂત આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોએ પ્રધાનમંત્રી મોદી ને લખેલા પત્રમાં કહ્યું કે મોરચા તરફથી શુક્રવારે કહેવાયું છે કે તેઓ સરકાર સાથે ખેડૂતોએ ફરી વાતચીત શરૂ કરવી જોઇએ.

એસકેએમના એક નિવેદનમાં કહેવાયું છે કે સંયુક્ત કિસાન મોરચા હેર પ્રધાનમંત્રી મોદી ને વાતચીત ફરી શરૂ કરવા અનુરોધ કરતો પત્ર લખ્યો હતો.

જેમાં ખેડૂત આંદોલન ના અનેક પાસા અને સરકારના અહંકારી વલણનો નો ઉલ્લેખ છે. તેઓએ કહ્યું કે પ્રદર્શનકારી ખેડૂતો ઈચ્છતા નથી કે કોઈ મહામારીની ઝપેટમાં આવે.

સંઘર્ષને પણ છોડી શકે તેમ નથી કેમકે જીવન અને મૃત્યુ નો સવાલ છે અને સાથે આવનારી પેઢીનો પણ. ખેડૂત સંગઠન હાલમાં દિલ્હીની સીમાઓ પર તેમના પ્રદેશના છ મહિના પૂરા થવાના દિવસે એટલે કે 26 મેના રોજ કાળા દિવસના રૂપમાં ઊજવવાની જાહેરાત કરી છે.

ખેડૂત નેતા બલવીર સિંહ રાજેવાલે વિવાદાસ્પદ કૃષિ કાયદાના વિરોધમાં 26 મે ના રોજ પોતાના ઘર, વાહનો અને દુકાનો પર કાળા ઝંડા લહેરાવવાની અપીલ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*