ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ના કારણે ઘણા લોકો પીડાઇ રહ્યા છે. મહામારી ના કારણ લોકોની રોજગારી સાથે વિદ્યાર્થીઓને શિક્ષણમાં ખૂબ જ મોટો ફટકો લાગ્યો છે.
જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા તેઓ પરીક્ષાની તારીખ માટે રાહ જોઈ રહ્યા હતા હવે તે લોકો ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. GPSC ની પરીક્ષા ની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
GPSC ના ચેરમેન દિનેશ દાસી ટ્વિટ કરીને જાણ આપી હતી. 4 થી જુલાઈથી 5મી ઓગસ્ટ સુધી GPSCની વિવિધ પરીક્ષા લેવામાં આવશે. 31 દિવસમાં કુલ 53 પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
આ ઉપરાંત પરીક્ષાની સાથે સાથ કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની છે.
ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર માં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે તેના કારણે હવે રાજ્યમાં વિવિધ પરીક્ષાઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. પરીક્ષાના સમયે કોરોના તમામ પ્રોટોકોલનું પાલન કરીને પરીક્ષા લેવામાં આવશે.
આ ઉપરાંત કોરોના કેસના ઘટાડો થતાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના રીપીટર ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment