રાજ્યમાં કોરોનાની મહામારી ના કારણે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ અને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું પરંતુ ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ મળે તેવી જાહેરાત થઈ હતી. ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઇના રોજ યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.
એવામાં ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની વિગતવાર કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આવી સ્થિતિમાં ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓની હાઈકોર્ટમાં અરજી કરી છે.
વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા રદ કરવાની અરજદારે હાઇકોર્ટમાં માંગ કરી છે. અરજદારનું કહેવું છે કે જો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યું તો રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવું જોઈએ.
ઉપરાંત તેમને કહ્યું કે કોરોનાની મહામારી માં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા બોલાવો એ વિદ્યાર્થીઓના હિતમાં નથી.
આ મામલે હાઈકોર્ટે અરજદારની સવાલ કરતા કહ્યું કે તમામ કામગીરી ફિઝિકલ થઈ ચૂકી છે. તો પરીક્ષા શા માટે ફિઝિકલ ના લેવી.
હાઇકોર્ટે અરજદાર ના વકીલને કહ્યું કે રીપીટર વિદ્યાર્થીઓ ને કહો કે ઘરમાં રહીને પરીક્ષાની તૈયારી શરૂ કરી દે. આ અંગે વધુ સુનાવણી 13 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment