ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને કોરોના ની બીજી લહેર કાબૂમાં આવી રહી છે રાજ્યમાં મૃત્યુના આંકડામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસ ની વાત કરીએ તો રાજ્યમાં 84 કેસ નોંધાયા છે.
તેમજ કોરોના ના કારણે 3 લોકોના મૃત્યુ થયા છે. ઉપરાંત રાજ્યમાં કોરોના ના દર્દીઓ સાજા થનાર નો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 10062 લોકો મૃત્યુ પામ્યા છે.
ગઇકાલકરતાં રાજ્યમાં આજે કોરોના ના કેસ માં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 300 દર્દીઓ કોરોના માંથી સાજા થયા છે. હાલમાં 11 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં રસીકરણ અભિયાન ઝડપી બને તે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 25677991 લોકોને કોરોના ની રસી આપવામાં આવી છે.
આજરોજ રાજ્યમાં 284791 લોકોને કોરોના ની રસી આપવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ શહેરમાં આજે કોરોના નવા 18 કેસ નોંધાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નો કોઈ પણ કેસ નોંધાયો નથી.
સુરત શહેરમાં કોરોના નવા 11 કેસ અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના નવા 5 કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોના ના નવા 5 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 4 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોના નવા 4 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment