આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને લઈને આવ્યા મહત્વના સમાચાર, આ વર્ષે લોકો…

Published on: 10:18 am, Sun, 27 December 20

ગુજરાત રાજ્યમાં વર્ષોથી કેટલાક સ્થળોએ યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના વર્ષે કોરોના નું ગ્રહણ લાગ્યું છે. ડિસેમ્બરના અંત સુધીમાં માટે તૈયારીઓ થતી હોય છે અને વિશ્વના 20 થી 25 દેશોના તથા દેશના અન્ય રાજ્યોના પતંગબાજો ને આમંત્રણ ન અપાતા હોય છે.આ વખતે આવું કોઈ આયોજન હજી સુધી થયું નથી તેમ પ્રવાસના નિગમના સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટના રેસકોર્સ મેદાનમાં અને એ રીતે જેતપુર,પોરબંદર, ભુજ, દ્વારકા અમદાવાદ,વડોદરા,સુરત સહિતના સ્થળોએ પ્રવાસન વિભાગ દ્વારા આ આયોજન દર વર્ષે કરાતું હોય છે.પરંપરાગત રીતે ઉજવાતો તહેવાર ગુજરાતમાં એક ધામધુમથી ઉજવાશે પણ તેનું આયોજન ઘરે ઘરે અને અગાસી અગાસીએ થશે.

આ માટે પતંગ દોરા પણ બજારમાં આવવા લાગ્યા છે અને સરકારે મહોત્સવ શરૂ કર્યા તેની સદીઓ પહેલા થી પરંપરાગત રીતે પતંગ વિશ્વભરમાં પ્રવર્તી રહી છે.

શિયાળામાં કોમલ તડકામાં પતંગ ચગાવી અને પરંપરાગત રીતે શેરડી બોર,ઊંધિયાની મોજ માણવી આરોગ્ય માટે પણ ફાયદાકારક મનાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!