ઘણા બધા રાજ્યોમાં કોરોનાની મહામારી ના કારણે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને તેમના પરિણામને લઈને ખૂબ જ વિચારણા કરી રહ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા દરેક રાજ્યોના શિક્ષણ બોર્ડને આદેશ અપાયા કે તેઓ 31 જુલાઇ સુધીમાં ધોરણ 12ના પરિણામોની જાહેર કરવા પડશે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ધોરણ 12 ના વિદ્યાર્થી નું રીઝલ્ટ ધોરણ 10 અને 11 ના મૂલ્યાંકનના આધારે નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો રાજ્યો દ્વારા હજી સુધી આંતરિક મૂલ્યાંકન નક્કી કરવામાં નથી આવ્યું.
તો તે રાજ્યના શિક્ષણ બોર્ડ પાસે હજુ 10 દિવસનો સમય છે. CBSE બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું કે તેમનું મૂલ્યાંકન પાછળની પરીક્ષાના આધારે થશે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દિનેશ શર્માએ લખનઉમાં કહ્યું હતું કે યુપી બોર્ડ ના ધોરણ 10 અને 12 માં ના વિદ્યાર્થી નું પરિણામ જુલાઈ સુધીમાં આવી જશે. કોરોનાની મહામારી ના કારણે CBSE એ ધોરણ 12માં ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે.
કોટે જણાવ્યા મુજબ ત્રણ વર્ષના સરેરાશના આધારે પર 31 જુલાઈ સુધી રીઝલ્ટ ની જાહેરાત કરી દેવી પડશે. જો વિદ્યાર્થીને રીઝલ્ટ માં સંતોષ ન હોય તો તે વિદ્યાર્થીને લેખિત પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવશે અને તે લેખિત પરીક્ષા 15 ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર વચ્ચે યોજવામાં આવશે.
આ પરીક્ષામાં કોરોના ના તમામ પ્રોટોકોલનું પાલન કરીને લેવામાં આવશે. અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગળ વ્યવસ્થા કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment