કોરોનાની મહામારી વચ્ચે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી વહન ચોરી થવાના કેસો ખૂબજ વધી રહ્યા હતા. વાહનો ચોરી થવા પાછળ ઘણાં કારણો છે લોકો કોઈપણ જગ્યાએ આડેધડ વાહનો પાર્ક કરી દે છે. અને ત્યાર પછી વાહનો ચોરી થઈ જાય છે.
જેના કારણે પોલીસ સામે વાહન ચોરને પકડવા માટે મોટો પડકાર છે. પરંતુ આ લોકો સામે હવે પોલીસ કડક પગલા લેશે. તેના કારણે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી.
પોલીસે આ મુદ્દે કાર્યવાહી કરી કે લોકોએ પોતાના ઘરની બહાર વાહન હેન્ડલ લોક વગર પાર કર્યા હતા તો પોલીસ કર્મીઓએ તે લોકોના વાહન પોલીસ સ્ટેશન લઇ ગયા પરિણામે લોકોને એવું લાગ્યું કે તેમના વાહન ચોરી થઈ ગયા છે.
જેથી સવારના સમયે લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતા. લોકોની ફરિયાદ બાદ પોલીસ કર્મીઓએ બહાર પડેલી તેમની બાઇક બતાવી અને કહ્યું કે તમારું વાહન જે છે તે લઈ લો.
આ ઉપરાંત પોલીસે કહ્યું કે હવે વાહન બરોબર રીતે પાર્ક કરીને હેન્ડલ લોક મારજો. જેના કારણે વાહન ચોરીના બનાવો ઓછા બને. પોલીસની આ કાર્યવાહીમાં રાજકોટ પોલીસે બે દિવસમાં 100 વાહન ડિટેઇન કર્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment