ગુજરાત રાજ્યમાં આગામી 3 નવેમ્બરના રોજ ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. ગુજરાત રાજ્યના દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પેટા ચૂંટણીને લઈને ગુજરાતને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં તારીખ 1 નવેમ્બરે 6 વાગ્યા બાદ અને 2,3 નવેમ્બરે સાંજે 6 વાગ્યા સુધી દારૂ વેચવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવતા.
ગુજરાત રાજ્યના અનેક દારૂના શોખીનો માટે દુખદ સમાચાર સામે આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે ત્યારે આ સંઘ પ્રદેશમાં દારૂબંધી નથી જેને કારણે પેટા ચૂંટણી સમયે ગુજરાતની નજીક આવેલા આ સ્થળે દારૂબંધી લગાવવામાં આવી છે. વલસાડ જિલ્લાના કપરાડા બેઠક પર પેટા ચૂંટણી હોવાથી.
આ મહત્વપૂર્ણ દારૂબંધીનો નિર્ણય લેવામાં આવ્યો છે. કપરાડા થી દાદરા નગર હવેલી માત્ર 40 કિ.મી દૂર થાય છે જ્યારે કપરાડા થી દમણ 54 કિમી દૂર થાય છે.
આવી જ રીતે અમરેલીના ધારી બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ધારી થી દીવ નું અંતર માત્ર 86 કિલોમીટર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment