કોરોના ની બીજી લેહરમ ગુજરાત રાજ્યમાં બહુ આકરી હતી અને રાજ્યમાં મૃત્યુના કારણે શોકનો માહોલ છવાઇ ગયો હતો. પરંતુ હવે કોરોના ની બીજી લહેર ધીમે-ધીમે ઘટતી જાય છે. અને રાજ્યમાં વરસાદ નું આગમન થઇ ગયું છે વરસાદી માહોલમાં ગુજરાતીઓ સાપુતારા અને માઉન્ટ આબુ જેવા હિલ સ્ટેશન પર જવાનું વધારે પસંદ કરે છે.
ગુજરાતમાં વરસાદનું આગમન થાય છે ત્યારે સાપુતારામાં એક ઠંડક પ્રસરી જાય છે અને સાપુતારામાં લીલોતરી છવાઇ જાય છે. આ ઉપરાંત પહાડો પરથી નાના મોટા ઝરણાઓ શરૂ થઈ જાય છે.
જો તમે સાપુતારા જવાનો પ્લાન બનાવી રહ્યાં છો કે તમે ત્યાં એન્જોય કરવા માટે જઈ રહ્યા છો તો પહેલા જાણી લો આ વસ્તુ, સાપુતારા તેમજ ડાંગમાં કેટલીક જગ્યા પર સેલ્ફી અને ફોટોગ્રાફી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે મોટી નદી, નાળા અને તળાવ વરસાદના કારણે છલકાઈ જાય છે. અને ત્યારે નહવા માટે મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે.
ડાંગ જિલ્લામાં ફરવા આવતા લોકો ગમે તે સ્થળે ઊભા રહીને મોબાઈલમાં સેલ્ફી કે ફોટો પડાવતા હોય છે ત્યારે અચાનક જ વહેતા પાણીમાં તેઓ તણાઈ જાય છે અને તેના કારણે મૃત્યુ થવાની સંભાવના ઘણી વધી જાય છે. જેથી આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ડાંગ જિલ્લાના મેજિસ્ટ્રેટ શ્રી ટી. કે. ડામોર દ્વારા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં કોઈપણ જગ્યાએ સેલ્ફી પાડવા પર પ્રતિબંધ મુકવાનો હુકમ કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment