મહેસાણા જિલ્લાના ઉંઝા માં આવેલું માર્કેટયાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે જે આપણે સૌ જાણીએ છીએ. રોજના હજારો લોકોની અવરજવર ધરાવતું એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ આઠ દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે.
ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા ગંજ બજાર 8 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.25 માર્ચ 2021 થી 1 એપ્રિલ સુધી એમ ફૂલ 8 દિવસ માટે માર્કેટ યાર્ડ બંધ રહેશે.
ઊંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગ વેપારીઓને પોતાના હિસાબ કરી શકે તે માટે ઉંઝા માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઊંઝા વેપારી એસોસિયેશન ના રજૂઆતના પગલે ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આ નિર્ણયને કોરોનાવાયરસ ના વધતા જતા કેસોની સાથે કોઈ લેવાદેવા નથી.
અને આ નિર્ણયની મદદથી કોરોના સામે આશીર્વાદરૂપ સાબિત થશે.ઊંઝા માર્કેટ યાર્ડમાં 2 હજાર કરતાં પણ વધારે દુકાનો છે અને આ દુકાનો માં હજારો લોકો કામ કરે છે.
આ ઉપરાંત રોજ બરોજની કામગીરી સાથે સંકળાયેલા હજારો કામદારો અને ખેડૂતોની પણ ઊંઝા માર્કેટયાર્ડમાં ભીડ જામે છે. આ ભીડ 8 દિવસ સુધી નહીં જામે તેથી કોરોના નો ચેપ લાગવાનો ખતરો ઘટી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment