ખેડૂતો માટે મહત્વના સમાચાર, મોદી સરકાર ખેડૂતોના ખાતામાં જમા કરાવશે 19000 કરોડ…

102

દેશમાં 2022માં યુપી સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તૈયારીઓ તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ શરૂ કરી દીધી છે ત્યારે હાલમાં દિલ્લી બોર્ડર પર ઘણા સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. એવા સમયમાં ખેડૂતોને બનાવવા માટે કેન્દ્ર સરકારે આ રકમ રિલીઝ કરવાની તૈયારીઓ ના સૂત્ર જણાવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં થતા નુકસાનથી બચવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નો આગામી હપ્તો 19 હજાર કરોડ રૂપિયા નો જાહેર કર્યો છે.

અને 9 ઓગસ્ટના રોજ જારી કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ની આગેવાનીમાં 9 ઓગસ્ટે એક વખત તમામ લાભાર્થીઓને આ રકમ લાભાર્થીઓ ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને યોજના ચાલી રહી છે.

આ ઉપરાંત છેલ્લો હપ્તો 14મેના રોજ આપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ યોજના હેઠળ 9.5 કરોડ લાભાર્થીઓને ખાતામાં પૈસા જમા કરવાના છે.

આ ઉપરાંત દેશની મોદી સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપે છે એટલે કે દર ત્રણ મહિને 2 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લેનાર ખેડૂતોને 8 હપ્તા મળી ચુક્યા છે અને હવે ટૂંક સમયમાં 9 મો હપ્તો પણ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!