અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખી શકાશે નહિ. પોલીસ અધિનિયમ 1951 ની કલમ 37(1) મુજબ 29 ડિસેમ્બર થી 16 જાન્યુઆરી સુધી જાહેરનામુ બહાર પાડયું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ 188 તથા જી.પી એક્ટ 1951 ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે.
મહત્વની વાત એ છે કે,હાઈકોર્ટે દિવાળીની જેમ ઉત્તરાયણમાં પણ કોરોના વકરે નહીં તે માટે લોકોને કડવા લાગે તેવા આકરા નિર્ણયો પણ લેવાની સરકારને તાકીદ કરી હોવા છતાં હજુ સુધી સરકારે ઉત્તરાયણ માટે કોઈ ઍસોપી બહાર પાડી નથી. અમદાવાદ પોલીસ કમિશનરે જૂનાપુરાણા દર વર્ષે હોય છે તેવા નિયમો સાથે નું જાહેરનામું પ્રસિદ્ધ કરી આશ્વાસન મેળવ્યું છે.
લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા ઉશ્કેરીજનક લખાણો સાથેના પતંગ ચગાવવા, વેચવા, કપાયેલા પતંગ લૂંટવા અને જાહેર રસ્તા ઉપર ઝંડા લઈ દોડવા,ઇલેક્ટ્રોનિક વાયર પર ધાતુ સાથેના.
વાસડા નાંખવા સામે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે.આ ઉપરાંત કેન્દ્ર સરકારે પ્રસિદ્ધ કરેલ કોરોના માર્ગદર્શિકાનું પણ કડકપણે પાલન કરવાનું રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!