ગુજરાત રાજ્યના ખેડૂતોના આ મહત્વપૂર્ણ રાહત પેકેજને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતવાર

Published on: 10:55 am, Mon, 9 November 20

રાજ્યની રૂપાણી સરકારે અતિવૃષ્ટિથી નુકસાન પામેલા ખેડૂતો માટે 3700 કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કરેલું હતું તેને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા જાહેર કરેલ પેકેજમાં રાજ્ય સરકારના 700 થી 800 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની પૂરી શક્યતા છે. રાજ્ય સરકારને ૨૭ લાખ જેટલા નુકસાનગ્રસ્ત ખેડૂતોને ચુકવણું કરવું પડશે એવો અંદાજ હતો તે પૈકી 19,03,146 ખેડૂતોએ રાહત સહાય મેળવવા માટે અરજી કરેલી છે.

અને ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, ૬ નવેમ્બર ની સ્થિતિએ રાજ્યમાં 14 લાખ જેટલા ખેડૂતોને 1857 કરોડ ચૂકવી દેવામાં આવ્યા હતા અને સૂત્રો એમ કહે છે કે દાવાઓની ચકાસણી મુજબ પાછળ 3000 કરોડ રૂપિયા ખર્ચાશે.કૃષિ વિભાગ ની ગણતરી મુજબ અતિવૃષ્ટિથી 20 જિલ્લાના 123 તાલુકાના 7949 ગામોમાં 27,15,281 ખેડૂતોની 37.39 વાહ હેક્ટર જમીનને નુકસાન થયેલું હતું.

જેમાં નુકસાનગ્રસ્ત ખેડૂતને એસડીઆરએફ માંથી પ્રતિ હેક્ટરે 6800 અને રાજ્યના કૃષિ વિભાગના બજેટમાંથી પ્રતિ હેકટરે 3200 મળીને હેક્ટર ની મર્યાદામાં 10,000.

અને મહત્તમ 20 હજાર તેમજ ઓછામાં ઓછી નુકશાન સહાય 5 હજાર આપવાની સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના ખેડૂતોના આ મહત્વપૂર્ણ રાહત પેકેજને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*