સુરત શહેરમાં BRTS બસ સેવા શરૂ કરવાને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર.

Published on: 10:17 am, Wed, 26 May 21

સુરત શહેર માં કોરોના સંક્રમણ માં ઘટાડો થતાં પાલિકાએ તબક્કાવાર રીતે BRTS બસ સેવા શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પહેલા પાંચ રૂટ પર 83 બસો શરૂ કર્યા બાદ હવે બીજા 3 રૂટ પર 60 બસો શરૂ કરવામાં આવી છે. સવારે 6:30 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી આઠ રૂટ પર 143 બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

સુરત માં કોરોના સંક્રમણ વધતા સિટી અને BRTS બસ સેવા 17 માર્ચ થી બંધ કરી હતી. પરંતુ હાલ કેસો અંકુશ માં આવતા આઠ રૂટ પર 143 BRTS બસ દોડશે. અમદાવાદ શહેર માં AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ કરવા માટે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

જોકે, આ મહિનામાં અંત સુધીમાં AMTS અને BRTS બસ દોડી શકે છે. AMTS અને BRTS બસ સેવા ફરી શરૂ થાય તેવી પણ સંભાવના છે. 50 ટકા મુસાફરી સાથે ફરીથી બસ સેવા શરૂ થવાની શકયતા છે.

બસ ની ટ્રીપ પહેલા ડ્રાઈવર અને કંડકટર થર્મલ સ્કેનિંગ ચકાસણી બાદ જ હંકારવા સુધીની માર્ગદર્શિકા બહાર પડાઈ શકે છે. અમદાવાદ શહેર ની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેર માં 3204 દર્દીઓએ કોરોના ને માત આપી હતી.

જયારે 491 લોકોને વાયરસ નો ચેપ લાગ્યો છે. સુરત ગામ્ય માં 210 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 197 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેર માં 306 દર્દીઓ કૉરોનાથી સાજા થયા તો 226 લોકો સંક્રમિત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત શહેરમાં BRTS બસ સેવા શરૂ કરવાને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*