રાજ્યમાં ચોમાસાની વિદાયને લઈને આવ્યા મહત્વના સમાચાર.

Published on: 10:07 am, Thu, 22 October 20

જગતના તાત ના પરસેવા પર પાણી ફેરવી દે ના ચોમાસુ હવે ગુજરાતને આવજો કહેવાના મૂડ માં આવ્યું છે. અડધા ગુજરાતમાં ચોમાસાની અટકી ગયેલી વિદાયનો પ્રારંભ અઠવાડિયા બાદ આજે શરૂ થયો છે અને દેશના અન્ય રાજ્યોમાંથી નૈઋત્યનું ચોમાસુ પાછું ખેંચવાની હવામાન ખાતાએ જાહેરાત કરી છે.કેરળથી પ્રવેશતું અને ગુજરાત અને રાજસ્થાન થી વિદાય લેતી ચોમાસુ જેટલા વિસ્તારમાં પાછો ખેંચાય ત્યાં સુધીના વિસ્તારને જોડતી વિથડ્રોઅલ લાઈન 6 ઓક્ટોબર થી આજરોજ 21 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગર થી પોરબંદર સુધીની છે.

મતલબ તેની ઉત્તરે આવેલા વિસ્તારનો એટલે કે અડધા ગુજરાતમાં ચોમાસુ પાછું ખેંચાયું છે, આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ચોમાસું પાછું ખેંચાશે. આવતીકાલે છૂટાછવાયા વરસાદની ત્યારે શુક્રવારથી રાજ્યમાં સૂકું હવામાન રહેવા આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં ચોમાસું પૂરું થવાની સામાન્ય તારી અગાઉ કરતા દિવસો વધારીને ૨૫ સપ્ટેમ્બર જાહેર કરવામાં આવી છે.

11 દિવસ મોડું થતા 6 ઓક્ટોબર ચોમાસુ પાછું ખેંચવાનું શરૂ થયું અને પંદર દિવસ ફરી ઢીલમાં મુકાયું. એક મહિનાથી વધુ મેઘરાજાનું રોકાણ થયું છે.ચોમાસાની વિદાય દેશભરમાં પખવાડિયું વિલંબમાં નાખનાર બંગાળની ખાડીનું ડીપ્રેશન દરિયામાં હજુ માંડ સમાયું ત્યાં.

આ ખાડીમાં લો પ્રેસર શક્તિશાળી બનીને વેલમાર્કેડ લો પ્રેશર માં ફેરવાયું છે અને હવે તે ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જોકે આ સિસ્ટમની ગુજરાત પર નહીંવત અસર થવાની ધારણા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!