ગુજરાત રાજ્ય મા રાત્રિ કરફ્યુ ને લઈને આવ્યા મહત્વના સમાચાર, રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય

Published on: 8:50 pm, Tue, 11 May 21

મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસો ને પરિણામે ગુજરાતે વાયરસના સંક્રમણના નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.

તેમની આ સંદર્ભમાં ઉમેર્યું કે, 27 એપ્રિલ રાજ્યમાં 14500 જેટલા કેસ હતા તે હવે ઘટીને ગઈકાલે 11000 જેટલા થઈ ગયા છે. કોર કમિટીની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ 36 શહેરોમાં રાત્રી કરફ્યુ સહિત ના.

રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલય ની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. મુખ્યમંત્રી રૂપાણી અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કેસો વધ્યા નથી.

પરંતુ સમગ્ર દેશમાં સંક્રમણ ની વ્યાપકતા ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે.

તેવી હમદર્દી સાથે રાત્રિ કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક અઠવાડિયા માટે યથાવત રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી એ રાજ્યના નાના મોટા વેપારી, ઉદ્યોગો તથા જનતા જનાદ ને.

રાજ્યમાં સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રી કર્ફ્યુ સહિતના વધારાના નિયંત્રણોને અમલમાં આપેલા સહયોગ અંગે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નીવડ્યા છે.

અને વાઈરસના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતિનો કપાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતી આપવાના આશ્ય થી રાત્રી સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક અઠવાડિયા લંબાવવાનો નિર્ણય કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્ય મા રાત્રિ કરફ્યુ ને લઈને આવ્યા મહત્વના સમાચાર, રૂપાણી સરકારે લીધો મહત્વનો નિર્ણય"

Leave a comment

Your email address will not be published.


*