દિવાળીમાં ફટાકડા ફોડવાને લઈને સુરતીઓ માટે આવ્યા મહત્વના સમાચાર.

219

દિવાળીના તહેવાર માં ફટાકડા ફોડવાના કારણે દેશમાં પ્રદૂષણ ન વધે તે માટે દેશના અનેક રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટની શરતોને આધીન રાજ્યમાં ફટાકડા ફોડવા પર મંજૂરી આપી છે. રાજ્યના અમદાવાદ સુરત સહિત અનેક જિલ્લાઓમાં કમિશનર જાહેરનામું બહાર પાડ્યું છે.રાજ્ય સરકાર દ્વારા તમામ કલેક્ટર અને પોલીસ કમિશનરને આદેશ આપવામાં આવ્યો છે.કે રાજ્યમાં વિદેશી ફટાકડા નું વેચાણ ન થાય.

કલમ 144 હેઠળ જાહેરનામુ બહાર પાડવા આદેશ કરવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ફટાકડા ફોડવા ની મંજૂરી આપવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા ની અમલવારી કરવા આદેશ અપાયો છે.દિવાળીને લઈને રાજ્ય સરકારના આદેશ બાદ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.

અને જાહેરનામા મુજબ રાત્રિના 8 થી 10 વાગ્યા વચ્ચે માત્ર ફટાકડા ફોડી શકાશે.જાહેર રસ્તા, બજાર, હોસ્પિટલ જેવી જગ્યા ઉપર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફટાકડા ની લૂમ ફોડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ને ઉપરાંત 125 ડેસીબલથી ઓછા અવાજના ફટાકડા વેચવા અને ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.વિદેશી ફટાકડાના આયાત પર પ્રતિબંધ લગાવાયો છે અને કમિશનર દ્વારા જાહેરનામાનો અમલ કરવા સૂચના અપાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!