ડુંગળીની બજાર માં સતત ભાવોમાં ઘટાડો થઈ રહ્યો છે. લાલ ડુંગળી ના ભાવ એકધારા ઘટી રહ્યા છે તેની સટ્ટો સાથ હવે સફેદ ડુંગળીના ભાવમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે. હાલ હિ હાઇડ્રેશન કારખાનાઓના વેપારીઓ દ્વારા સફેદ ડુંગળીની ખરીદી કરવાના
કારણે બજારમાં ખેડૂતોને ટેકો મળી રહ્યો છે.તેમ છતાં પણ સફેદ ડુંગળીના બજાર માં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યા છે.નાસિકના માર્કેટયાર્ડોમાં ડુંગળીની આવક શરૂ થવાથી સૌરાષ્ટ્રમાં ડુંગળી ની માર્કેટ તૂટી છે.
અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગામી દસ દિવસ પછી ડુંગળીના ભાવો મણે 200 આસપાસ થઈ જશે એમ માનવામાં આવી રહ્યું છે.મહુવા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે સફેદ કાંદા લાવતા ખેડૂત ભાઈઓ.
તથા કમીશન એજન્ટ ભાઈઓને જાણ કરવામાં આવે છે કે સફેદ કાંદા ની આવક 11/03/2021 ગુરુવાર સવાર ના 9/00 થી રાત્રી ના કલાક સુધી જ લેવામાં આવશે.ત્યારબાદ નવી જાહેરાત ન થાય.
ત્યાં સુધી કાંદાની આવકને પ્રવેશ મળશે નહિ.રાજકોટ માં ડુંગળી ના ભાવો 100 થી 320,મહુવા 60 થી 346,ગોંડલ માં 81 થી 161,વિસાવદર 103 થી 281,જેતપુર 151 થી 306,અમરેલી 180 થી 240.
પાલીતાણા માં 280 થી 520,અમદાવાદ માં 200 થી 340 અને સફેદ ડુંગળી ના ભાવ મહુવા માર્કેટ યાર્ડ માં 121 થી 250 જોવા મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment