સુરત સહિત રાજ્યમાં કોરોનાનો કહેર હવે ધીરે ધીરે ઓછો થઈ રહો છે. સુરત માં કોરોના નો કહેર ઘટ્યો છે. સુરત માં છેલ્લા થોડા દિવસોથી 2 હજાર થી વધુ કેસ આવી રહ્યા હતા તે હવે 300 ની અંદર પહોંચી ગયા છે જયારે સુરત માં કોરોનાના કેસ ઘટતા ટેકસટાઇલ માર્કેટ અનોખો માંગ કરવામાં આવી છે.
સુરત માં ટેકસટાઇલ માર્કેટ નો સમય વધારવા માંગ કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે સવારે 9 થી 3 કામકાજનો સમય ઓછો પડે છે તેમને સમય સવારે 9 થી 6 કરવાની માંગ કરી છે.
9 થી 3 માં કટીંગ અને પેકિંગ માટે સમય મળતો નથી. આ માંગ Fosta દ્વારા કરવામાં આવી છે જેને રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છે.
સુરત માં કોરોનાનાં છેલ્લા 24 કલાકના કેસોની વાત કરવામાં આવે તો શહેરમાંથી 306 અને જિલ્લામાંથી 207 મળી 513 કોરોના ના દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન સાજા થયા છે. જયારે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોના ની સારવાર દરમિયાન સાજા થવાનો આંકડો 132153 પહોંચ્યો છે.
સુરત શહેર માં ગઈકાલે 226 અને જિલ્લામાં 197 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 423 કેસ નોંધાયા હતા જયારે હાલ શહેર માં એક્ટિવ કેસ ની સંખ્યા ઘટીને 5032 થઈ છે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment