મહત્વના સમાચાર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું

Published on: 9:20 am, Wed, 16 December 20

પેટા ચૂંટણી માટે બેઠકો પર કોંગ્રેસનો સફાયો થતા હાઈ કમાન્ડ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના યુવા નેતા ગીરી ભારોભાર નારાજ છે. પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં નૈતિક જવાબદારી સ્વીકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજીનામું આપી દીધું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ગુજરાત કોંગ્રેસના બે યુવા નેતાઓએ હોદ્દા પરથી રાજીનામું ધરી દેતા ફરી રાજકારણ ગરમાયું છે. પ્રભારી રાજીવ સાતવ બંને નેતાઓના રાજીનામા પત્ર લઈને દિલ્હી દોડી ગયા છે.

લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને કોંગ્રેસ ખાતું પણ ન ખોલી શકી હતી. પેટા ચૂંટણીમાં પણ આથેય બેઠકો પર કોંગ્રેસનો હારનો સામનો કરવો પડ્યો હતો.આ બેઠકો પર આજે રજા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજીનામુ આપવાની તૈયારી દર્શાવી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા પટેલનું અચાનક અવસાન થતાં મામલો થાળે પડી ગયો હતો.

ફરી એકવાર કોંગ્રેસના નેતાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીમાં લાગી પડયા છે.રબારી રાજીવ સાતવ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છેને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સતત ચૂંટણીલક્ષી બેઠકોનો દોર ચલાવી રહ્યા છે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી લેખિતમાં રાજીનામું આપી દીધું છે.

અને આ વાતને સમર્થન આપતાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે.પેટા ચૂંટણીના પરિણામ બાદ હાઇ કમાન્ડ સમક્ષ આ વાત રજૂ કરી હતી અને પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહત્વના સમાચાર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ વચ્ચે અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપ્યું રાજીનામું"

Leave a comment

Your email address will not be published.


*