ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને લઇને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે અમિત શાહ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીની જેમ કેન્દ્રીય ગૃહ મંત્રી પણ ગુજરાત રાજ્યમાં બે દિવસ માટે રોકાણ કરવાના છે.આ વખતે તેઓ કચ્છના રણોત્સવમાં હાજરી આપવાના છે અને 12 નવેમ્બરે ધોરડો ખાતે યોજનાર કાર્યક્રમ અંતર્ગત રોકાણ કરશે. દેશના ગૃહમંત્રી અમિત શાહ 11 નવેમ્બર ના રોજ રાત્રે ધોરડો આવશે.
અને ખાસ હેલિકોપ્ટર મારફતે તેઓ કચ્છમાં આવશે અને ઘોરાડોની તંબુ નગરીમાં રાત વાસ કરે તેની તૈયારીઓ હાલ કચ્છમાં શરૂ કરી દેવામાં આવી છે.ધનતેરસના દિવસે તેઓ પોતાની ઓફિસમાં લક્ષ્મી પૂજા કરશે અને કાળી ચૌદસના દિવસે વસ્ત્રાપુરના પરમેશ્વર મહાદેવ મંદિરે તેઓ પૂજા કરશે અને દિવાળીના દિવસે પરિવાર સાથે તેઓ સમય વિતાવશે.
ત્યારબાદ તેઓ ભાજપના મુખ્ય નેતાઓ સાથે મુલાકાત કરી શકે છે અને બીજા દિવસે 12મી ના સવારથી તેઓ સરકારી વિભાગ દ્વારા વિવિધ યોજનાના સ્ટોર મુલાકાત લેશે, જ્યાં કેટલીક યોજનાઓને ખુલ્લી પણ મૂકી શકે છે.
સવારે 11 થી 2 દરમ્યાન કચ્છના 102 મળીને બનાસકાંઠા, પાટણ જિલ્લાના સરહદી ગામોના સરપંચો તેમજ અધિકારીઓ સાથે બેઠક કરશે અને તેઓ સાથે સંબોધન પણ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!