કોરોના ની કહેર વચ્ચે ગુજરાત રાજ્યમાં વરસાદ ને લઈને આવ્યા મહત્વના સમાચાર, જાણો વિગતે.

ગુજરાત ના ખેડૂતો માટે આજે એક ખરાબ સમાચાર મળી રહ્યા છે.હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ની આગાહી કરતાં જગતનો તાત ચિંતામાં બેઠો છે.હવામાન વિભાગના મતે 21 થી 23 માર્ચ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે.

જેથી રાજ્યના ગીર સોમનાથ,તાપી,નર્મદામાં હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગે ગાજ વીજ સાથે વરસાદ પડવાની આગાહી કરતા કેરીના પાકને વ્યાપક નુકશાન થઈ શકે છે.

અમદાવાદ ના વાતાવરણમાં પણ પલટો આવશે જયારે સૌરાષ્ટ્ર,કચ્છ માં બે દિવસ ની હિટવેવ ની આગાહી કરી છે.હવામાન વિભાગના મતે ગુજરાત સિવાય દિલ્હી,હરિયાણા, પંજાબ માં પણ કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદ ની આગાહી સાથે જ અમદાવાદ,ગાંધીનગર,વડોદરા,સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં આગામી બે દિવસમાં કાળઝાળ ગરમીની પણ આગાહી કરી છે.

મહત્વનું છે કે રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યુ છે.અહી ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

ઝારખંડ, દિલ્હી, હરિયાણા, પંજાબ માં કરા સાથે વરસાદ પડવાની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ કમોસમી વરસાદ પડયો હતો. તેનાથી તાપમાનમાં ઘટાડો થયો હતો.

હવામાન વિભાગે જણાવ્યું કે, શનિવારના રોજ ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ,દિલ્હી,મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કરા સાથે વરસાદ પડશે.

આ રાજ્યમાં એલર્ટ અપાયું છે જયારે કાશ્મીર,લડાખ અને પંજાબ માં યેલો એલોર્ટ અપાયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*