ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપમાં નેતૃત્વ ફેરફાર ની ચર્ચા અંગેના મહત્વના સમાચાર…

Published on: 4:58 pm, Mon, 5 July 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ તમામ રાજકીય પક્ષોમાં હલચલ મચી છે. રાજ્યમાં ચૂંટણીની તૈયારી અત્યારથી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં સરકાર અને સંગઠન વચ્ચેના તકરારની ટાળવા માટે હાઇ કમાન્ડ સફળ થઇ છે.

મળતી માહિતી મુજબ ભાજપના નેતૃત્વમાં પરિવર્તન અંગે કોઈપણ સંભાવના નથી. સરકાર અને સંગઠનને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વની કામગીરી નો આદેશ આપ્યો છે.

વધુમાં વધુ લોકો વચ્ચે જવા માટે સરકાર અને સંગઠનને આદેશ અપાયો છે. અને રાજ્યના મંત્રીઓને તમામ જિલ્લાઓમાં પ્રવેશ માટે આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં પ્રવાસ કરશે

ઉપરાંત ભાજપના MLA-MP એ વિદ્યાર્થીઓની જેમ પાર્ટીને લેશન બતાવવું પડશે. જેના માટે ભાજપના દરેક MLA અને MP ને પ્રદેશ સંગઠન ની ટેબલેટ પણ આપવામાં આવશે.

ટેબલેટ દ્વારા ભાજપના નેતાઓને દરરોજના રિપોર્ટ દરરોજ સબમિટ કરાવવાના રહેશે. ભાજપ પાર્ટી પેપરલેસ તરફ વળી રહી છે. ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપમાં પ્લાનિંગ કરવામાં આવશે.

આ તમામ માહિતીઓ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસેથી મળી છે. ટેબલેટ ના માધ્યમથી ધારાસભ્યની કામગીરીનું મૂલ્યાંકન થશે. ધારાસભ્યને ટેબલેટ આપવામાં આવશે તેમાં ટેબલેટ માં ભાજપ ની એપ્લિકેશન હશે.

જેમાં પાર્ટી અને ધારાસભ્યની ગતિવિધિ જાણી શકશે. ટેબલેટ ના માધ્યમથી પાર્ટી અને સભ્યો સાથે સંવાદ થશે. ઉપરાંત ટેબલેટ ના માધ્યમથી પ્રધાનમંત્રીની દરેક સ્પીચ અને વાત દરરોજ સભ્ય સુધી પહોંચ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ભાજપમાં નેતૃત્વ ફેરફાર ની ચર્ચા અંગેના મહત્વના સમાચાર…"

Leave a comment

Your email address will not be published.


*