કોરોનાવાયરસ ના સતત સામે આવી રહેલા નવા કેસો ખાસ કરીને નવા સ્વરૂપ ના ખતરનાક વલણને ધ્યાનમાં રાખીને દુનિયાભરમાં બુસ્ટર ડોઝ ની માંગ ઝડપથી વધી રહી છે અને ભારતમાં પણ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવાની જોરદાર માંગ છે.
આરોગ્ય મંત્રાલય સ્પષ્ટતા કરી છે કે બંને ડોઝ લેનારાઓએ નવ મહિના સુધી ત્રીજો ડોઝ લેવાની જરૂર નથી.સૂત્રોના જણાવ્યાનુસાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંગેની સંસદીય સમિતિની બેઠકમાં આરોગ્ય મંત્રાલય દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે જે લોકોએ કોરોના રસી ના બે ડોઝ લીધા છે
તેમની આગામી નવ મહિના સુધી ત્રીજો ડોઝ લેવાની જરૂર નથી.આને બૂસ્ટર ડોઝ નહિ પણ ત્રીજો ડોઝ કહેવાશે.સ્વાસ્થ્ય મંત્રાલય કહ્યું કે હજી સુધી ત્રીજો ડોઝ ને લઈને કોઈ પોલિસી બનાવવામાં આવી નથી. મંત્રાલય સમિતિની એમ પણ કહ્યું કે બાળકોને રસી આપવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
પરંતુ તેના પર રીસર્ચ ચાલુ છે. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ સમિતિને જણાવ્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન જીનોમ સીકવનસિંગ પર છે. અને તેના પર રીસર્ચ સતત ચાલુ છે.
સંસદીય સમિતિ કોરોના નવા સ્વરૂપના કેસમાં આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને કાર્યની પ્રશંસા કરી હતી. સભ્ય છેલ્લા 14 દિવસમાં નવા કેસ ના નિવારણ પર લીધેલા પગલાંની પ્રશંસા કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment