પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણય, આ બે મોટી યોજનાઓને મળી મંજૂરી…

74

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજરોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઘણા બધા મુદ્દાઓ ઉપર નિર્ણયો લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ કેબિનેટ બેઠકમાં ન્યાય અને શિક્ષણને લઈને બે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.

તેમજ બીજા ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત કેબિનેટ મિટિંગ બાદ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકોર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ માહિતી આપી છે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી એલ.મુરુગન પણ સાથે હતા.  કેબિનેટ બેઠક પૂરી થયા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મહિલાઓ અને બાળકો સાથે યૌન શોષણ થવા પર ફાસ્ટ ટ્રેક કોર્ટની મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત મહિલાઓ સાથે જબરદસ્તી કરવા ના મામલા પર પીડિતોને ઝડપથી ન્યાય મળશે. તેમજ તેમને કહ્યું કે દેશમાં લગભગ 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ છે. જેકોટ નિયમિત રીતે ચાલે છે.

મળતી માહિતી મુજબ જેમાંથી 389 પોકસો કોટ છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે 2.94 લાખ કરોડ રૂપિયા સમગ્ર શિક્ષા 2 યોજના પાછળ ઉપયોગ કરવામાં આવશે.

આ યોજનામાં આવનારા સમયમાં નાના બાળકો માટે સરકારી સ્કૂલો શરૂ કરવાની વાત ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી. આ શાળામાં ત્રણ વર્ષના બાળકો રમતા રમતા ભણશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!