ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપની કારોબારી બેઠકમાં લેવાયો મહત્વના નિર્ણય, જાણો શું છે એક્શન પ્લાન…

Published on: 12:28 pm, Wed, 30 June 21

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો હલચલ વચ્ચે વધી રહી છે અને ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પણ આ વખતે ટક્કરમાં આવશે. ચૂંટણીને લઈને ભાજપની કારોબારી બેઠક મળી રહી છે.

આ ઉપરાંત જિલ્લા કક્ષાની કારોબારી 4 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તેમજ કોરોના ની ત્રીજી લહેર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ત્રીજી લેહર આવે તે પહેલની તૈયારીઓ કરવામાં આવશે.

આ ઉપરાંત જનસંપર્ક અભિયાન તેજ કરવા માટે સૂચના અપાય છે. આ ઉપરાંત કોરોનાની મહામારી વચ્ચે બુથ લેવલ કાર્યક્રમ અંગે સુચના આપવામાં આવી છે કે કોરોનાની ગાઈડલાઈન સાથે કાર્યક્રમ યોજવામાં આવશે.

ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઇ હતી. કોરોનાની મહામારી ના કારણે બે વર્ષ બાદ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાશે.

આ ઉપરાંત પ્રદેશ કારોબારી બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.  પ્રદેશ કારોબારી બેઠકમાં સીઆર પાટીલે પ્રવચન આપ્યું હતું જેમાં કોરોનાની મહામારી ના ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલી રીતે રાજ્યના તમામ જિલ્લાના મહામંત્રીઓ અને પ્રમુખ જોડાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!