દિવાળીના તહેવારને લઈને ગુજરાત એસટી વિભાગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, જાણો વિગતે

Published on: 4:21 pm, Sat, 14 November 20

દિવાળીના પર્વને લઇને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો કોઈ પણ પ્રવાસે જવામાં મુશ્કેલી ન પડે તે માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી વિભાગ દ્વારા 60 સ્પેશિયલ બસો મુકવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, કોરોના મહામારી ના કારણે રાજ્યભરમાં એસટી સેવા સ્થગિત કરવામાં આવી હતી.

એસટી વિભાગ દ્વારા શહેરમાં કોરોના નીતિની સમીક્ષા બાદ કેટલીક બસો ચાલુ કરવામાં આવી છે.દિવાળીના પર્વને લઇને મોટી સંખ્યામાં શહેરના લોકો મહેન્દ્ર એ વતન જતા હોય છે જેને લઇને ગુજરાત એસટી વિભાગ દ્વારા ખાસ 60 સ્પેશ્યલ બસો મૂકવામાં આવી છે. કેટલાક લોકો શહેરની બહાર પર્યટન સ્થળો પર પણ જતા હોય છે.

ત્યારે વડોદરા એસટી ડેપો ખાતે મુસાફરોની ભીડ જોવા મળી હતી. ગુજરાત સરકારના મહત્વપૂર્ણ નિર્ણય થી શહેરમાંથી પોતાના વતન તરફ જતા લોકો માટે મુસાફરી કરતી.

વખતે આ સ્પેશિયલ બસ ના કારણે તે લોકોને મુસાફરી કરતી વખતે ઘણી રાહત મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!