રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં વરસાદ નું આગમન ખૂબ જ સારું થયું હતું પરંતુ છેલ્લા થોડાક દિવસોથી વરસાદ નુ પ્રમાણ ઘટયું છે. તેના કારણે ખેડૂતોને સિંચાઈ-પાણી માટે સમસ્યા ન રહે તે હેતુસર આજથી ખેડૂતોને સરકાર વધુ બે કલાક વીજળી આપશે.
હાલમાં રાજ્યમાં ખેડૂતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ આ નિર્ણય લઇને ખેડૂતોને વીજળી માં બે કલાકનો વધારો કરી દીધો.
હવે રાજ્યમાં ખેડૂતોને 8 ની જગ્યાએ 10 કલાક વીજળી મળશે. ગુજરાતીમાં વરસાદી છેલ્લા થોડાક દિવસોથી આરામ લીધો છે અને બીજી તરફ ખેડૂતો એ મોટા પ્રમાણમાં વાવેતર કરી દીધું છે જો ટૂંક સમયમાં વરસાદની આવે તો ખેડૂતોને પાક બળી જવાનો ભય છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. આગામી 11 જુલાઇના બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થવાનું અનુમાન છે. તેથી રાજ્યમાં 11 જુલાઈ થી ફરીથી વરસાદ પડી શકે છે તેવી આગાહી છે.
રાજકોટમાં તાઉતે વાવાઝોડાના કારણે PGVCL ને ભારે નુકસાન થયું હતું. તેથી હવે રાજકોટ સહિત અન્ય પાંચ શહેરોમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવામાં આવશે. વાવાઝોડામાં 1400 કરોડનું નુકસાન થયું હતું.
હવે બીજી વખત આવી કોઈ સમસ્યા આવે અને આ નુકસાન ફરીથી ના ભોગવવુ પડે તે માટે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ તમામ માહિતી PGVCL ના MD ધીમત વ્યાસ આ મોટું નિવેદન આપ્યું હતું. અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવામાં અંદાજિત 300 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની વીજ અકસ્માતો અને શોર્ટ સર્કિટ ખૂબ જ ઓછી થઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment