માસ્ક નહિ પહેરો તો પહેલા કરતા પણ વધારે પડશે તફલીક, સરકાર નો મહત્વપૂર્ણ અને કડક નિર્ણય.

117

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે.માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સ નો ઉલાલિયો કરનાર પર તૂટી પડવા પણ ગૃહ વિભાગ ને આવરું આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી.

કોર કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ ની વર્તમાન પરિસ્થિતિ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓની યોજેલી વીડિયો કોન્ફરન્સમાં આપેલા દિશાનિર્દેશ અંગે ની.

વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા લંબાણપૂર્વક હાથ ધરવામાં આવી હતી.કોર કમિટીની બેઠકમાં વધુ મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના ઉપાયો સધન બનાવવાની સૂચના આપવામાં આવી હતી.

આ મહત્વના નિર્ણય અનુસાર રાજ્યમાં કોરોના ટેસટિંગ સંખ્યા વધારવા તેમજ કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ ઉપર વિશેષ ધ્યાન આપવા અને કન્ટેન્મેન્ટ ઝોન જરૂર જણાય ત્યાં વધારવા ની સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોના વેક્સિનેશન ની કામગીરી નો વ્યાપ વધારવા વધુ સેન્ટરો ખોલવા માટે અને કોરોના વેક્સીનેશન સેન્ટર નો સમય રાત્રે 9:00 વાગ્યા સુધીનો રાખવા માટે પણ આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

રાજ્યમાં ચાર મહાનગરોમાં કોરોના સંક્રમણ ના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને મહાનગરોમાં કોરોના સંક્રમણ નિયંત્રણ અને.

સારવાર ના ઉપાયો માટે સ્થાનિક તંત્રના માર્ગદર્શન અંગે ચાર વરિષ્ઠ સચિવો ને તાકીદ ના ધોરણે શહેરની જવાબદારી સોંપવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!