પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જાઓ છો તો પહેલા જાણી લેજો આ નિયમ, નહિતર ખાલી ખોટો થશે અમદાવાદનો મોટો ધકો…

Published on: 5:18 pm, Sat, 24 December 22

મિત્રો હાલમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની ઉજવણી અમદાવાદ શહેરના આંગણે ચાલી રહી છે. એક બાજુ ઉત્સાહનો માહોલ છે ત્યારે બીજી બાજુ વિશ્વભરમાં વધી રહેલા કોરોનાના સંગ્રામણને લઈને ભારત તથા ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લઈને જરૂરી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. એવામાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવતા ભાવિ ભક્તો માટે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

જે મુજબ પ્રમુખસ્વામી નગરમાં સેવા કરતા લોકો તેમજ ત્યાં આવતા ભક્તો માટે માર્ક્સ અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ બીમાર વ્યક્તિઓને મહોત્સવમાં સ્વૈચ્છિક રીતે ન આવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ વિદેશથી આવતા હરિભક્તોને કોરોનાના ટેસ્ટ કરાવવાની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવતા હરિભક્તોને આ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. 

1. મહોત્સવમાં સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકોને માર્ક્સ ફરજિયાત પહેરવાનું રહેશે. સાથે અહીં દર્શને આવતા તમામ લોકોને પણ માર્ક્સ ફરજિયાત પહેરવાનું રહેશે.

2. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ખૂબ જ વિશાળ જગ્યામાં અને ખુલ્લા વાતાવરણમાં કરવામાં આવી રહી છે. હાથી સોશિયલ ડિસ્ટન્સ રાખીને મહોત્સવનો લાભ લેવાનો જાણવામાં આવી રહ્યું છે.

3. એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવાનું રહેશે અને નમસ્કારની મુદ્રાથી અભિવાદન કરવાનો આગ્રહ રાખવાનો છે.

4. શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવતા લોકોને મહોત્સવમાં ન આવવા માટે અપીલ કરવામાં આવી છે.

5. મોટી ઉંમરના અને નાજુક સ્વાસ્થ્ય ધરાવતા વ્યક્તિઓને ભીડમાં આવવાનું ટાળવું.

6. વિદેશથી આવતા હરિભક્તોને કોરોના ટેસ્ટ કરાવો અને તબીબોની સલાહ લેવી.

7. મહોત્સવમાં ઠેર ઠેર સ્વચ્છ ટોયલેટ બનાવવામાં આવ્યા છે અને અહીં સાબુ અને હેન્ડ સેનિટાઇઝર રાખવામાં આવ્યું છે. તેનો ઉપયોગ કરીને પોતાના હાથ યોગ્ય સમયે સ્વચ્છ રાખવા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જાઓ છો તો પહેલા જાણી લેજો આ નિયમ, નહિતર ખાલી ખોટો થશે અમદાવાદનો મોટો ધકો…"

Leave a comment

Your email address will not be published.


*