જો 2017 ની જેમ આ દાવ પણ ખરો પડ્યો તો રાજ્ય માં ભાજપ નો થશે ભવ્ય વિજય

ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પરિષદમાં ઇદગાહ ને સોંપી દેવા મામલે હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવેલા હુંકાર બાદ સમગ્ર વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 2000 જેટલા જવાનોને સુરક્ષા માટે મંદિર અને ઇદગાહ સુરક્ષા માટે મૂકવામાં આવ્યા અને ઘણા બધા હિન્દુ નેતાઓને નજરબંધ પણ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે કેટલાક સંગઠનોએ જાહેરાત કરી કે 6 ડિસેમ્બરે જ ઇદગાહ માં જઈને ભગવાન શ્રીકૃષ્ણનું જળ અભિષેક કરવામાં આવશે જે બાદ આખા વિસ્તારમાં કેટલાક દિવસ સુધી તણાવપૂર્ણ વાતાવરણ રહ્યું હતું. જોકે બાદમાં સમજાવટ બાદ પ્રતિક સ્વરૂપે દિલ્હીમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો.

વર્ષ 2024 માં ભારતમાં લોકસભા ચૂંટણી આવશે અને તે પહેલા 2022માં યૂપીની ચૂંટણીને લોકસભા ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશ જીતવા માટે ભાજપ કોઇ કસર છોડશે નહીં.2017 માં જ્યારે રાજ્યમાં સપા સરકાર હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જોરશોરથી રામમંદિર મુદ્દો ઉછાળ્યો હતો.

જેનો તેમને ફાયદો પણ મળ્યો અને 2022 માં રામ મંદિર જેવા મોટા હિન્દુત્વ મુદ્દા ની ભાજપને જરૂર પડે અને મથુરા તેમાં મદદરૂપ થઈ શકે છે.નોંધનીય છે કે વારાણસી માં કાશી વિશ્વનાથ મંદિર માં ઘણા વર્ષથી કોરિડોર નિર્માણ કરવામાં આવી રહ્યું હતું

અને સોમનાથ મંદિરની જેમ સમગ્ર પરિષદનો વિકાસ કરવામાં આવ્યો છે. આગામી 13 ડિસેમ્બરે પ્રધાનમંત્રી મોદી નવા કોરિડોર નું ઉદ્ઘાટન કરશે. બાબા વિશ્વનાથની પૂજા-અર્ચના પણ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*