પ્રેમિકાએ ગિફ્ટ પાછા આપી દીધા તો પ્રેમીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… જાણો શું છે સમગ્ર ઘટના…

દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ઘણી વખત તમે એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં પ્રેમપ્રકરણમાં યુવકો અથવા તો યુવતીઓ સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે પ્રેમમાં દગો મળતા સુસાઇડ કરી લીધું છે.

જાણવા મળી રહ્યું છે કે એક છોકરીને ખૂબ જ પ્રેમ કરતો હતો. તે છોકરી થોડા દિવસ પહેલા જ યુવક સાથે સંબંધ તોડી નાખ્યા હતા. આટલું જ નહીં પરંતુ છોકરીએ છોકરાએ આપેલા તમામ ગિફ્ટ તેને પાછા આપી દીધા હતા. જેનાથી કંટાળીને છોકરાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું છે અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ઉત્તરપ્રદેશના ઝાંસીમાંથી સામે આવી રહી છે.  મૃત્યુ પામેલા યુવકની ઉંમર 22 વર્ષની હતી અને તેનું નામ દિવ્યાંશું હતું.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાએ જણાવ્યું કે, મારો દીકરો દાગીનાની દુકાનમાં કામ કરતો હતો. તે એક યુવતી સાથે પ્રેમમાં હતો. બંને રાત્રે બે બે વાગ્યા સુધી એકબીજા સાથે વાત કરતા હતા. તે છોકરીના અભ્યાસના ખર્ચાથી લઈને તમામ ખર્ચાઓ મારો દીકરો તેને આપતો હતો. આટલું જ નહીં પરંતુ તેને પૈસા આપવા માટે તે ઘરેથી પણ પૈસા લેતો હતો.

મળતી માહિતી અનુસાર યુવકે ઘરમાં પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના સભ્યો તેને નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલા યુવકના પિતાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી છોકરીએ મારા દીકરા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.

આટલું જ નહીં પરંતુ મારા દીકરાએ ગિફ્ટ માં આપેલા કપડાં પણ તેને પહેરીને પાછા આપી દીધા હતા. પ્રેમમાં મળેલો દગો મારો દીકરો સહન ન કરી શક્યો અને તે ખૂબ જ ડિપ્રેશનમાં રહેવા લાગ્યો હતો. એટલા માટે તેને સુસાઇડ કરી લીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*