વડોદરામાં કલ્પેશ ઠાકોર નામના યુવકે એક તરફી પ્રેમમાં તૃષા સોલંકી નામની 19 વર્ષની યુવતીનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ સમગ્ર ગુજરાતની જનતા હચમચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઇને ખેતરની નજીક રહેતા ગીતાબેન પાટણવાડીયા એ પોલીસને જણાવ્યું હતું કે, આ વખતે બનાવ બનેલા જગ્યા નજીક રહેતા ગીતાબેન પણ ત્યાં હાજર હતા.
તેને જ્યારે બનાવ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, આઠ વાગ્યાની આસપાસ હું જ્યારે ઘરનું કામ કરતી હતી. ત્યારે ઘરની સામે ના ખેતર ના છેડા તરફથી કોઈ છોકરીની બચાવો…બચાવો…ની બોમ્બ સંભળાતી હતી. આ દરમિયાન અમારા ઘરની લાઈટ જતી રહી હતી.
જેના કારણે જે બાજુ થી અવાજ આવતો હતો તે બાજુ હું જોઈ શકી નહીં. 15 મિનિટ પછી લાઈટ પાછી આવી હતી. ત્યારબાદ જે બાજુથી અવાજ આવતો હતો. તે બાજુ હું ગઈ ત્યારે એક છોકરીનું મૃતદેહ પડેલું હતું. ત્યાર બાદ મેં આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ખાનગી ક્લાસમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરી તૃષા મંગળવારના રોજ કલ્પેશ નામના યુવકને મળવા ગઈ હતી. ત્યાં કલ્પેશ નામના યુવકે દીકરી તૃષાનો જીવ લઇ લીધો હતો.
સમગ્ર ઘટનાને લઇને ગુજરાતની જનતા આરોપી કલ્પેશને કડકમાં કડક સજા મળે તે માટે માંગ કરી રહી છે. આરોપી કલ્પેશને 3 દિવસની રિમાન્ડમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે કલ્પેશને કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેના હાવભાવ થી એવું લાગી રહ્યું ન હતું કે તેને આ વાતનો કોઈ પણ બાબતનો પસ્તાવો હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment