આ બેંકના કર્મચારીઓનું જો કોરોનાથી મૃત્યુ થાય, તો તેના પરિવારને મળશે સહાય, જાણો વિગતે.

87

કોરોનાની મહામારી વચ્ચે દેશમાં ઘણા લોકોના મૃત્યુ થઈ ગયા છે. જો મૃત્યુ પામનાર વ્યક્તિ ઘરમાં એક કમાવનાર હોય તો તેની પાછળ આખું પરિવાર ભાંગી પડે છે. ત્યારે અને કોર્પોરેટ કંપનીઓના કર્મચારીઓની મદદ માટે કર્મચારીઓની સેલારી થોડાક સમય સુધી ચાલુ રાખવાની જાહેરાત કરાઇ છે.

Tata steel, ટાટા મોટર્સ અને રિલાયન્સ ગ્રુપ બાદ હવે કોટક મહિન્દ્રા બેન્ક પણ કોરોના ના કારણે મૃત્યુ પામેલ કર્મચારીઓના પરિવારને મદદરૂપ બનશે. Kotak mahindra માં કામ કરતા કર્મચારીઓ જો 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2022 સુધીના સમયગાળામાં કોરોના કારણે પોતાનો જીવ ગુમાવ્યા હોય.

તો કર્મચારીના પરિવારને કંપની બે વર્ષ સુધી ફુલ સેલેરી આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અન્ય કોઇ બીમારીથી પણ મૃત્યુ પામ્યા હોય તો પણ કંપની તેમના પરિવારને બે વર્ષ સુધી સંપૂર્ણ સેલેરી આપશે.

આ ઉપરાંત કોટક મહિન્દ્રા એ કહ્યું કે જો કર્મચારીનું મૃત્યુ થઈ તો તેમના પરિવારને FY21 નું બોનસ આપવામાં આવશે અને આ ઉપરાંત કર્મચારીના પત્ની અને તેમના બાળકોને ઇન્સ્યોરન્સ પોલિસી નો લાભ પણ આપવામાં આવશે.

આ સાથે કંપની માંથી કોઈ વ્યક્તિને કોરોના થાય તો તેની સારવાર માટે કંપની અનેક સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. અને કંપની તરફથી કર્મચારીઓના પરિવારોને કોરોના ની વેક્સિન પણ આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!