રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈકાલે રાત્રે સુરતના એરપોર્ટ પર પહોંચ્યા હતા ને એરપોર્ટ પર પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કોપાલીટાલીયા અને કિશોરભાઈ દેસાઈ અને સાથી નેતાઓ અને કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.ત્યારબાદ આજરોજ બપોરે 1:00 વાગ્યાની આસપાસ અરવિંદ કેજરીવાલ સુરતના
કતારગામ વિસ્તારના સમસ્ત પાટીદાર સમાજ હોલે પહોંચ્યા હતા અને ગુજરાતની જનતાને ભેટ સ્વરૂપે સરકાર બન્યા બાદની પ્રથમ ગેરંટી જાહેરાત કરતા તેઓએ કહ્યું કે છેલ્લા બે મહિનાથી ઘણીવાર ગુજરાત આવવાનો મોકો મળ્યો છે ને ગુજરાતની જનતા તરફથી અમને પ્રેમ પણ મળે છે તેના માટે હું ગુજરાતની જનતાનો આભારી છું.
27 વર્ષ સુધી શાસન માં રહેતી ભારતીય જનતા પાર્ટીને હવે ઘમંડ આવી ગયો છે અને હવે તે ગુજરાતમાં બદલાવ લાવવા માંગે છે ને પાછલા ઘણા મહિનાથી ગુજરાત આવવા જવાનું થયું છે ને તેઓને લોકોને મળવાનું થયું છે તેવું તેઓએ જણાવ્યું હતું ને તેઓ એમ પણ કહ્યું કે અમે લોકોની સમસ્યાઓ પણ સાંભળી છે અને તેઓએ કહ્યું કે અમને જાણવા મળ્યું છે કે ગુજરાતમાં વીજળી ખૂબ જ મોંઘી છે.
તેઓએ કહ્યું કે વીજળીની ગેરંટી ફક્ત વાયદાઓ નથી પરંતુ એક સાચું સત્ય છે અને દિલ્હી અને પંજાબની જેમ અમે ગુજરાતમાં પણ કરી બતાવશું. વીજળી પરની પ્રથમ ગેરંટી ગુજરાતની પાર્ટીની સરકાર બન્યા બાદ ફક્ત ત્રણ મહિનાની અંદર જ પૂરી કરવામાં આવશે અને આખી દુનિયામાં આજ સુધી 24 કલાક મફત વીજળી દ્વારા કરવામાં આવી નથી અને બીજા નેતાઓને આ વ્યવસ્થા કરતા પણ આવડતું નથી. ઈશ્વરે વિદ્યા માત્ર મને જ આપી છે અને ફક્ત મારી પાસે જ આ જાદુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment