આજકાલ બાબા બાગેશ્વર(Dhirendra Shashtri Bageshwar Dham)ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, ગુજરાતમાં ચારો તરફ માત્રને માત્ર જય બાલાજી નો નાદદોષ ગુંજી રહ્યો છે. જ્યાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર બાગેશ્વર ધામની (Dhirendra Shashtri Rajkot) ચર્ચાઓ થઈ રહી છે. અમદાવાદ અને સુરતમાં દિવ્ય દરબાર યોજાયા બાદ રાજકોટમાં (Dhirendra Shashtri Rajkot) પણ ભવ્ય રીતે દિવ્ય દરબાર યોજાયો હતો.
આ દિવ્ય દરબારમાં ખ્યાતનામ ગાયક કલાકારોએ હાજરી આપી હતી, આ દિવ્ય દરબારમાં રાજભા ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એવી રમઝટ બોલાવી કે સૌ કોઈનું મન ભગવાનને રંગે રંગાઈ ગયું. આ દિવ્ય દરબારમાં રાજભા ગઢવીએ કહ્યું હતું કે ચારેય તરફ ભગવો દેખાય છે. ત્યારે બાબાએ ગુજરાતનું વાતાવરણ ગાંડું કર્યું છે, હું પગે લાગીને વિનંતી કરું છું.
આપણે કોઈનો વિરોધ નથી, અહીંયા જેટલા આવ્યા છે ને એ સાંભળે છે, તમે કઈ સારું ન કરી શકતા હોય તો કંઈ નહીં પણ જે સારું કરે છે, જોડવાનું કરે છે એમને નડવાનું બંધ કરી દો. રાજભા ગઢવી એ સનાતન ધર્મ માટે એક ગીત પણ ગાયું જે તેમને ખૂબ જ ગમે છે, રાજભા ગઢવી એ જ્યારે પોતાના સ્વમુખે ગાયું કે સનાતન ધર્મના સારા કામ થાય, ભારતમાં જો હવે ભગવો લહેરાય.
View this post on Instagram
આ શબ્દો જ્યારે સ્ટેજ પરથી નીકળ્યા ત્યારે સૌ કોઈના રોમે રોમમાં સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા દ્રઢ થઈ ગઈ હશે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે રાજભા ગઢવી અનેકવાર સ્ટેજ પરથી ગુજરાતી લોકસાહિત્ય અને સનાતન ધર્મની વાતો કરતા હોય છે.
રાજકોટ શહેરમાં પણ તેમણે દિવ્ય દરબારમાં સનાતન ધર્મનું ગીત ગાયને સૌ કોઈ રાજકોટ વાસીઓને મંત્રમુગ્ધ બનાવી દીધા. રાજભા ગઢવી ની જેમ ગીતા રબારી એ પણ દિવ્ય દરબારમાં હનુમાનજીનું કીર્તન ગાયને બાલાજી મહારાજની ભક્તિમાં લીન કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment