જો દિલ્હીની જનતાએ કેજરીવાલજીને તક આપી તો સરકારી શાળાઓ શાનદાર બની, સરકારી હોસ્પિટલો શાનદાર બની: મનીષ સિસોદિયા

Published on: 5:47 pm, Thu, 22 September 22

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગઈકાલે તેમની છ દિવસની મુલાકાત માટે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યાર પછી મનીષ સિસોદિયાએ હિંમતનગરથી “બસ હવે પરિવર્તન જોઈએ” યાત્રાની શરૂઆત કરી હતી. આજ અનુક્રમમાં આજે મનીષ સિસોદિયાએ મહેસાણામાં “બસ હવે પરિવર્તન જોઈએ” યાત્રામાં ભાગ લીધો છે.

આ યાત્રામાં મનીષ સિસોદિયાની સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જનરલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા. મનીષ સિસોદિયાએ “બસ હવે પરિવર્તનને જોઈએ” યાત્રામાં જોડાયા હતા અને યાત્રામાં જોડાયેલા હજારો લોકો અને આસપાસની દુકાનો અને ઘરમાં રહેતા લોકોને નમસ્કાર કરીને કહ્યું હતું કે, દિલ્હીથી તેમને માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે, 27 વર્ષથી તમે ભાજપને મોકો આપીને જોઈ લીધું હવે એકવાર કેજરીવાલને મોકો આપો.

તમે 27 વર્ષ સુધી ભાજપને મોકો આપ્યો ભાજપના લોકોએ તમારા માટે શાળાઓ નથી બનાવી, હોસ્પિટલો નથી બનાવી, એમને કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જીવો, ખાનગી શાળાઓમાં જીવો અને મોંઘવારી પણ એટલી વધારી દીધી કે લોન પર જીવો.

રોજગારી છે જ નહીં, પોતાના બાળકોને મહેનત કરીને ભણાવો અને સરકારી નોકરીની પરીક્ષાના પેપર લીક કરી દો, જેનાથી બાળકો જીવ ટૂંકાવી લેશે અથવા તો પોતાના ઘરમાં બેસી જાય છે. આ બધું આપણે બંધ કરવાનું છે. આ છેલ્લા 27 વર્ષથી ચાલ્યું આવે છે હવે તમારે આ બધું બંધ કરવું હોય તો એક મોકો કેજરીવાલને આપો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો