ભારતીય ચલણ પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હશે તો આખા દેશને તેમના આશીર્વાદ મળશે : અરવિંદ કેજરીવાલ

Published on: 7:37 pm, Thu, 27 October 22

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે ભારતીય ચલણ પર એક તરફ ગાંધીજી અને બીજી બાજુ લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર લગાવવામાં આવે અને ભારતીય ચલણ એક તરફ ગાંધીજીને બીજી બાજુ ગણેશજીની તસવીર લક્ષ્મીજીની તસવીર હશે તો સમગ્ર દેશને તેમના આશીર્વાદ મળશે.

ઈન્ડોનેશિયા મુસ્લિમ દેશ છે ત્યાં એ 85% મુસ્લિમ લોકો રહે છે અને બે ટકાથી પણ ઓછા લોકો હિન્દુ છે પરંતુ તેમની મોટો પર ગણેશજીની તસ્વીર છે તેમને સ્પષ્ટતા કરી કે અમે એવું નથી કરી રહ્યા કે તમામ નોટો બદલવી જોઈએ પરંતુ દર મહિને છપાયેલી નવી નોટોની સંખ્યા પર આ શરૂ કરી શકાય છે અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાના અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે અને ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે અને તેનો માર સામાન્ય માણસને ભોગવવો પડી રહ્યો છે અને આપણે બધા ઇચ્છિ રહ્યા છીએ કે ભારત એક વિકસિત અને સમૃદ્ધ દેશ બને.

આ માટે આપણે મોટી સંખ્યામાં શાળાઓને હોસ્પિટલો ખોલવી પડશે અને વીજળી અને રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડશે ને આપણે બધા પ્રયત્નો કરીએ છીએ પરંતુ પ્રયત્ન ત્યારે જ ફળે છે જ્યારે આપણને દેવી-દેવતાઓના આશીર્વાદ મળે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ભારતીય ચલણ પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હશે તો આખા દેશને તેમના આશીર્વાદ મળશે : અરવિંદ કેજરીવાલ"

Leave a comment

Your email address will not be published.


*